નર્મદા જિલ્લાના સાગબારાના ગ્રામ્ય વિસ્તારોના વિકાસ અને આરોગ્ય સુવિધાઓ માટે સરપંચ પરિષદ ગુજરાત નર્મદા ઝોનની બેઠક યોજાય:

0
226

નર્મદા જિલ્લાના સાગબારાના ગ્રામ્ય વિસ્તારોના વિકાસ અને આરોગ્ય સુવિધાઓ માટે સરપંચ પરિષદ ગુજરાત નર્મદા ઝોનની બેઠક યોજાય:

નર્મદા જિલ્લા ના સાગબારા તાલુકા માં સરપંચ પરિષદ ગુજરાત નર્મદા જોન પ્રમુખ નિરંજનભાઇ વસાવા ના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઈ હતી,જેમાં તિલકવાડા તાલુકા પ્રમુખ અરુણ તડવી, સાગબારા તાલુકા પ્રમુખ સુરેન્દ્રભાઈ વસાવા તેમજ સાગબારા તાલુકાના સરપંચ પરિષદ ગુજરાત ના સાગબારા તાલુકાના તમામ હોદ્દેદાર, સરપંચ શ્રીઓ ની આગેવાની હેઠળ સાગબારા તાલુકાના ગ્રામ પંચાયતોમાં વિકાસના કામો અંગેની અને માળખાકીય સુવિધાઓની , તેમજ પડતી મુશ્કેલીઓની ચર્ચાઓ વિચારણાઓ કરવામાં આવી હતી, અને આ આદીવાસી તાલુકાઓ માં આરોગ્ય ખૂબ જ મોટો પ્રશ્ન છે, એ ગંભીર પ્રશ્ન બાબતે તમામ સરપંચશ્રીઓ ના પ્રશ્નો સાંભળી અને આરોગ્યલક્ષી પ્રશ્નો નું નિરાકરણ કઈ રીતે લાવવું અને સુવિધાઓ કંઈ રીતે અપાવવું એ અંગેની ચર્ચા કરવામાં આવી હતી, તેમજ અન્ય વિકાસને લગતી પ્રજાના હિત માટે ની ચર્ચાઓ પણ કરવામાં આવી હતી.

બ્યુરો રિપોર્ટ : જેસીંગ વસાવા નર્મદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here