- નર્મદા જિલ્લાના સરપંચ શ્રી ઓ એ નર્મદા સિવીલ હોસ્પિટલોમાં સુવિધા તેમજ સ્ટાફ પુરી પાડવા કલેકટરશ્રી ને આવેદન પત્ર આપ્યું.
માનનીય મુખ્યમંત્રીશ્રી ,
વિજયભાઈ રૂપાણી સાહેબ , નર્મદા જિલ્લાના
રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં માળખાકીય સુવિધાઓ તેમજ ડોક્ટર, નર્સ અને જરૂરી સ્ટાફ નીમવા બાબતે તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવે એ બાબતે નર્મદા જિલ્લાના તમામ સરપંચો દ્વારા મુખ્ય મંત્રીને પત્ર લખવામાં આવ્યો હતો. આ પત્રનો જવાબ મુખ્ય મંત્રી તરફથી અમને મળેલ છે. અને પત્રમાં જિલ્લા કલેક્ટરશ્રી તેમજ પોલીસ અધિક્ષક શ્રી નર્મદા સાહેબ શ્રી ને આગળની કાર્યવાહી કરવા માટે મુખ્ય મંત્રીની કચેરી તરફથી લેખિત સૂચના આપેલ છે પરંતુ આ બાબતે આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરેલ હોવાનુ જાણવા મળેલ નથી જે બાબતે ઘણી દુઃખદ બાબત છે .
પત્રમાં આ બાબતે મુખ્યમંત્રી ને ધ્યાન દોરતા જણાવ્યું છે કે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં દિનપ્રતિદિન સુવિધા ન હોવાને કારણે દર્દીઓની હાલત કફોડી બનતી જઈ રહી છે. નર્મદા ના ઊંડાણના ગામોમાંથી આવતા આદિવાસી તેમજ દરેક સમાજના દર્દીઓના સિરિયસ કેસમાં પૂરતી અને સમયસર સુવિધાઓ ન મળવાથી દર્દીઓને વડોદરા રિફર કરવાનો વારો આવે છે અને ઘણીવાર સમયસર યોગ્ય સુવિધા ન મળવાને કારણે દર્દીઓ મોતને ભેટીપણ રહ્યા છે. જે ચિંતા નો વિષય છે .
મુખ્ય મંત્રીને ખેદ સાથે જણાવ્યું છે કે આ બાબતે સરપંચ પરિષદની ટીમે જાતે સિવિલ હોસ્પિટલ પર જઈને સિવિલ સર્જન ડો જ્યોતિબેન ગુપ્તાની રૂબરૂ મુલાકાત લીધી હતી .જેમણે આપેલી માહિતી પ્રમાણે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક મહીનામા 11જણાના મોત થયા છે . અને ગંભીર હાલતમા 63 દર્દીઓને વડોદરા રિફર કરવાની ફરજ પડી છે.આ આંકડો માત્ર એક મહીનાનો જ છે જ્યારે આ હોસ્પિટલ ના ખસતા હાલ કેટલા વર્ષોથી છે ત્યારે ક્યા સુધી દર્દીઓને રિફર કર્યા કરીશુ અને મોતને હવાલે કરતા રહીશું ? આ બાબત અત્યંત ગંભીર બાબત છે . જે અનુસંધાને રાજપીપળાની નવી સિવિલ હોસ્પિટલ બનતા અને કાર્યરત થતા હજી એક થી બે વર્ષનો સમય નીકળી જશે . સિવિલ હોસ્પિટલ નવી જ્યારે બનશે ત્યારે બનશે પણ ત્યાં સુધીમાં આ જુની હોસ્પિટલમાં જરૂરી પૂરતો સ્ટાફ તબીબોની નિમણૂક અને આધુનિક માળખાકીય સુવિધાઓ તાત્કાલિક ધોરણે પૂરી પાડવામાં આવે તેવી સરપંચ પરિષદે મુખ્ય મંત્રી ને પત્ર દ્વારા રજૂઆત કરી હતી.
નર્મદા જિલ્લા મા વિશ્વની સૌથી મોટી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલ છે .જયા લાખો પ્રવાસીઓ આવે છે હાલ લોકડાઉન ને લીધે સ્ટેચ્યુ બંધ છે પણ હવે વડા પ્રધાન મોદી સાહેબ 31મી ઓક્ટોબરના રોજ કેવડીયા પધારવા ના છે અને હવે ટૂંક સમય મા સ્ટેચ્યુ ફરી થી ચાલુ થશે ત્યારે લાખો પ્રવાસીઓ ના ધાડા ઉમટવાના છે ત્યારે અકસ્માત ની ઘટના કે બીમાર પડનારા દર્દીઓને તત્કાલીક ઇમરજન્સી સારવાર માટે નર્મદા ની એક માત્ર મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ છે ત્યારે આવા સંજોગોમા પ્રવાસીને ઉત્તમ સુવિધા અને પૂરતા સ્ટાફ સાથેની ઉત્તમ સગવડ સાથે ની રાજપીપલા સિવિલ હોસિપટલને અદ્યતન બનાવવાની જરૂર છે .તો આ બાબતની ગંભીરતા સમજી સત્વરે ઘટતી કાર્યવાહી કરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે. રાજપીપળા સિવિલ હોસ્પિટલની સમસ્યા અંગે આજ દિન સુધી કોઈ કાર્યવાહી થયેલ નથી. જે ખુબજ દુઃખદ અને ગંભીર બાબત છે. જેથી આ પત્ર દ્વારા મુખ્ય મંત્રીને રજૂઆત કરી છે કે જો તાત્કાલિક ધોરણે આ અંગે ઘટતી કાર્યવાહી કરવામાં નહીં આવે તો નર્મદા જિલ્લાના તમામ સરપંચોને ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે અને પ્રજાહિતમાં ના છુટકે ધરણા કરવાની ફરજ પડશે . એવી ચીમકી આપી છે.અને પ્રજાહિતમાં આ પ્રશ્નનો ઉકેલ લાવો ખૂબ જ જરૂરી છે. કારણકે નજીકના દિવસોમાં નગરપાલિકા અને તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે.ત્યારે મતદારોમાં ખોટો મેસેજ ન જાય એ માટે પણ રાજપીપળા સિવિલ હોસ્પિટલ નો પ્રશ્ન તાત્કાલિક ધોરણે હલ કરવા માં આવે તેવી આ વિસ્તાર ના લોકોની તેમજ સરપંચ પરિષદની માંગ છે.
બ્યુરો રિપોર્ટ : જેસીંગ વસાવા નર્મદા