નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના પૂર્વ વિસ્તારમાં અતીસય ભારે વાવા ઝોડાં સાથે વરસાદ પડવાના કારણે ખુબજ ગંભીર અને ખરાબ રીતે પાક ને નુકશાન થયું છે

0
423

નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના પૂર્વ વિસ્તારમાં અતીસય ભારે વાવા ઝોડાં સાથે વરસાદ પડવાના કારણે ખુબજ ગંભીર અને ખરાબ રીતે પાક ને નુકશાન થયું છે.જેમાં કણજી, દુમખલ, કોકમ , વાંદરી, સુરપાણ , સરિબાર , માંથાસાર સહિત ના 7 ગામોના ખેડૂતો મળી જિલ્લા મેજિસ્ટ્રેટ કલેકટર સાહેબ શ્રી ને આવેદન પત્ર દ્વારા આ પાક નુકશાની અંગે ની રજૂઆત કરવામાં આવી હતી
અને વધુમાં પ્રાકૃતિક ખેતી અંગે ના માસ્ટર ટ્રેઈનર સોમાભાઈ કાનજીભાઈ તડવી એ ગ્રામ્ય સર્વે અનુસાર જણાવ્યું હતું કે આ સાત ગામો ની અંદર 155.4 હેકટર જમીન ના પાક નું નુકશાન થયું છે.
કોરોના વાઇરસ ના લીધે થયેલા મંદી ના માહોલ માં ખેતી આધારિત ખેડૂતો એ કર્જ કરી મોંઘા ભાવ નું બિયારણ અને પ્રાકૃતિક ખેતી અંગે સાધન સામગ્રી મેળવી આજે 80 થી 95 દિવસનો પાક આ ખેડૂતો એ ઊભો કરેલો હતો પરંતુ આ કુદરતી આપત્તિ ( વરસાદ વાવાઝોડા) ના કારણે મકાઈ , જુવાર, તુવેર , વાવણી ડાંગર, બાજરી જેવા પાકો માં ખેડૂતો નું 75% થી 85 % પાક નું નુકશાન થયું છે.જો પાક નુકશાન નું વળતર નઈ મળે તો ખેતી આધારિત ખેડૂત શું કરશે…?
સરકારશ્રી આ ખેતી આધારિત ખેડૂતોનું હિત ઈચ્છી ખેડૂતો ને યોગ્ય પાક નુકશાન નું વળતર મળે તે અંગે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી,


બ્યુરો રિપોર્ટ : જેસીંગ વસાવા નર્મદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here