દેડીયાપાડા પૂર્વ વિસ્તાર ના 7 ગામોમાં 155.34 હેકટર જમીન માં 55% to 90% પાક નુકશાની નું સરકારે કોઈ જવાબ કે વળતર આપ્યું નથી…
દેડીયાપાડા તાલુકાના પૂર્વ વિસ્તાર ના ખેડૂત મિત્રો ને વધુ વરસાદ હોવાના કારણે ખેડૂતો ના પાક નું નુકશાન થયેલ છે.કુદરતી આપત્તિ જેવી કે વધુ વરસાદ અને ડુંગર વિસ્તાર માં વધુ વાવા-ઝોડા કારણે મકાઈ, જુવાર, તુવેર , વાવણી ડાંગર , જેવા પાકો ને ખુબજ મોટા
પ્રમાણ માં નુકશાન થયેલ છે.જિલ્લા મેજિસ્ટ્રેટ કલેક્ટર સાહેબ ને રજૂઆત કાર્ય બાદ પણ કેમ કોઈ ખેડૂતો ને સહાય અંગે ની કાર્યવાહી કેમ કરવામાં નથી આવી.?ગ્રામ્ય ખેડૂતો એ વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ કાયદેસર કાર્યવાહી કરવામાં માં સરકાર આજે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.તેથી ખેડૂતો આ ગંભીર પ્રશ્નો ને લઈને ” નેચરલ વિલેજ ગ્રૂપ – નર્મદા ” ના વોલેન્ટીઅર દ્વારા” ગ્રામ સેવક ” સહિત આજે દુમખલ ગામ ના ખેડૂતો ના પાક નુકશાન નું સર્વે કરાયું હતું.નેચરલ વિલેજ ગ્રૂપ – નર્મદા ના અધ્યક્ષ ” ભરત એસ તડવી(NVG) ” એ જણાવ્યું છે કે આ પૂર્વ વિસ્તાર ના ખેડૂતો ખેતી આધારિત ખેડૂતો છે. આજે લોકડાઉન ના મંદી ના માહોલ માં ખેડૂતો ને કર્જ કે મૂડી ધિરાણ લઈ મોંઘા ભાવના બિયારણ લઈ આજે 90 દિવસ ના પાક ઊભો કર્યો હતો.આજે રાજ્ય સરકારે દરેક જિલ્લા ઓ માં જેતે ભૌગોલિક પરિસ્થિતિ ના આધારે દરેક ખેડૂતો ને નુકશાની નું વળતર ફાળવેલ છે.આ સ્થાનિક પહાડી જંગલ વિસ્તાર માં પણ આ ભૌગોલિક પરિસ્થિતિ ના આધારે વળતર મળવું જોઈએ.
તો આ સ્થાનિક 7 ગામ ના ખેડૂતો નું કેમ કોઈ વળતર આપવાનો નિર્ણય લીધેલ નથી…
તેથી તાલુકા વિકાસ અધિકારી , તાલુકા કૃષિ અધિકારી, તાલુકા પ્રાંત અધિકારી દ્વારા કૃષિ કૃષિ કર્મચારીઓ ની ટીમ જે તે ગામ ના પાક નુકશાની ના સ્થળ મુલાકાત કરી ખેડૂતોને વળતર મળે તેવી માંગ છે આપવાની માંગ છે…