ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે પી.એસ.આઇ શ્રી આઇ.આર.દેસાઈ અને પીએસ.આઇ.શ્રી એ .આર ડામોર ના માર્ગદર્શન અને સુચના અનુસંધાને ડેડીયાપાડા સોની એસોસિએશન સાથે મીટીંગ કરવા માં આવી.
પ્રાપ્ત માહિતી મુજબ ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે પી.એસ.આઇ શ્રી આઇ.આર.દેસાઈ અને પી.એસ શ્રી.આઇ.શ્રી એ .આર ડામોર દ્વારા સુચના અને માર્ગદર્શન આપવાના હેતુ થી ડેડીયાપાડા સોની એસોસિએશન સાથે મીટીંગ કરવા માં આવી હતી.ભરૂચ ખાતે બનેલ ભર બપોરે સોની ની દુકાન માં લુંટ અને ફાયરિંગ ના બનેલ બનાવ અનુસંધાને ડેડીયાપાડા સોની એસોસિએશન ને સાવચેતી ના ભાગ રૂપે સુચના આપવા માં આવી હતી અને સીસીટીવી કેમેરા લગાવવા તેમજ કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાય કે કોઈ અજાણ્યો ઇસમ ૧૫ થી ૨૦ મિનિટ ઉપર એક જ જગ્યા ઉપર ઊભા રહી રેકી કરતા જણાય કે દુકાન બાજુ જોયા કરતા વ્યક્તિ નજરે પડે અને સંકા જાઈ તો તાત્કાલક પોલિસી સ્ટેશન માં જાણ કરવી અને પી.એસ.આઇ.સાહેબ શ્રી દ્વારા પોતાના મોબાઈલ નંબર પણ જાણ કરવા માટે આપવા માં આવ્યા હતા.ભૂતકાળ માં પણ ડેડીયાપાડા માં સાંજ ના સુમારે સોની ની દુકાન માં લુંટ થઈ હોવા નો બનાવ બન્યો છે અને હાલ ભરૂચ માં બનેલ બનાવ ના લીધે સોની ઓ માં ભઈ નો માહોલ જોવા મળી રહ્યો છે જથી ચેતતા નર સદા સુખી કહેવત ને ધ્યાન માં લઇ સાવચેત રહેવું હાલ ના સમય માં હિતાવહ છે.
બ્યુરો રિપોર્ટ : જેસીંગ વસાવા નર્મદા