ડેડીયાપાડા એકાંત જંગલમાં જઈ ગળે ફાંસો ખાઈ કરી હતી આત્મ હત્યા,
પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકા નો 28 વર્ષનો નવયુવાન મહેન્દ્ર ભાઈ ઉર્ફે પપ્પુ ભાઇ સેંદાણે રહે. નર્મદા નગગર ડેડીયાપાડા પોતાના ધર્મપત્ની સાથે ચા મોડી બનાવવા બાબતે ઝગડો કરી જુસ્સામા નીકડી જઇ ત્રિમુરતી પેટ્રોલ પંપ ની આગળ કાળીયા ભુતમામાના મંદિર પાસે જંગલમાં જઇ પોતાની જાતે ખાખરાના ઝાડ સાથે નાઇલોન દોરી વડી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી, સવારે જુસ્સા મા નીકળી ગયા બાદ મહેન્દ્રની બોલખોળ કરતા કાળીયા ભુત મંદિર પાસે બાઇક નજરે પડી હતી, બાઈક દેખાતા આજુબાજુ સોધખોળ કરતા મુખ્ય ધોરીમાર્ગથી 70મીટર અંતરે અંદર જંગલમા બોડી લટકતી જોવા મળી હતી,
બ્યુરો રિપોર્ટ : જેસીંગ વસાવા નર્મદા