ડાંગ જિલ્લામાં રાષ્ટ્રીય લોક અધિકાર મંચ દ્રારા ગોલ્ડ મેડલિસ્ટ સરિતા ગાયકવાડ ને સન્માન પત્ર પાઠવ્યું,

0
330

ડાંગ જિલ્લામાં રાષ્ટ્રીય લોક અધિકાર મંચ દ્રારા ગોલ્ડ મેડલિસ્ટ સરિતા ગાયકવાડ ને સન્માન પત્ર પાઠવ્યું,

રાષ્ટ્રિય લોક અધિકાર મંચ દ્વારા આજ રોઝ ગોલ્ડ મેડલિસ્ટ સરિતા ગાયકવાડ જેઓ આદિવાસી સમુદાયમાંથી આવે છે જેમને સન્માન પત્ર આપી અભિનંદન પાઠવ્યું. જ્યાં 15 ઇન્ટરનેશનલ માં ગોલ્ડ મેડલ મેળવી તથા 14 નેશનલ લેવલ માં ગોલ્ડ મેડલિસ્ટ થયેલ અને 2018 મા વર્લ્ડ ચેમ્પિયન બનેલી તેવા ઉત્સાહી ગુજરાત ની દીકરી સરિતા ગાયકવાડ જેઓ એક નાનકડા ગામ કરાદીઆંબા મા ગરીબી રેખા હેઠળ રહી દેશ સ્તરે ઉચ્ચ સ્થાન મેળવી સમગ્ર ભારત દેશનું નામ રોશન કરેલ એવી દીકરી ને દિલ થી સલામ કરી સન્માન આપી રાષ્ટ્રિય લોક અધિકાર મંચ ના રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય નીરજ કુમાર ચૌહાણ તેમજ મહાસચિવ પ્રશાંત ચાવડા સાહેબ ના ભલામણ ને ધ્યાનમાં રાખીને RLAM ના દક્ષિણ ગુજરાત જોન પ્રભારી રિઝવાન બહાદુર તથા સઈડભાઈ ઇસ્માઇલ લુણાત અને મહંમદ રંગુન નવસારી જિલ્લા અધ્યક્ષ હાજર રહી ને કરાદીઆંબા ના નિવાસી સરિતા ગાયકવાડ ના નિવાસ સ્થાન ઉપર ઉપસ્થિત રહી ને શુભકામનાઓ પાઠવી. તેમજ ઉજ્વળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા અને ઉત્તરોત્તર પ્રગતિના પંથે આગળ વધે એવા આશીર્વાદ રાષ્ટ્રિય લોક અધિકાર મંચ પરિવાર તરફ થી ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવે છે,

બ્યુરો રિપોર્ટ : જેસીંગ વસાવા નર્મદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here