ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકા કક્ષાનો વન મહોત્સવની શ્રી સી.પી.પટેલ હાઈસ્કૂલ ખાતે યોજાયો..

0
157

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકા કક્ષાનો વન મહોત્સવની શ્રી સી.પી.પટેલ હાઈસ્કૂલ ખાતે યોજાયો..

ખેડા જિલ્લા ના ગળતેશ્વર તાલુકા નું વડું મથક છે ત્યાં તાલુકા કક્ષા નો વન મોહત્સવ શ્રી. સી. પી.પટેલ હાઇસ્કૂલ ખાતે યોજવામાં આવીયો.
તા:- ૦૮-૦૯-૨૦૨૦ ના રોજ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સેવાલીયા પોલીસ સ્ટેશન સ્ટાફ તથા ગળતેશ્વર તાલુકા પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા. કાર્યક્રમ ના શરૂમાં એમ. એસ. અસારી (પી.એસ.આઈ, સેવાલીયા) દ્વારા વૃક્ષની મહત્વતા વિશે ઉદભોદન કર્યું હતું. અને હાલના સમયમાં વૃક્ષો કેટલા કિંમતી છે. તે વિશે જાણકારી આપી હતી. પર્યાવરણમા વૃક્ષનું મહત્વ કેટલું છે તે વિશે જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ માં ગળતેશ્વર પત્રકાર મિત્રો કિરણ શાહ, મહેશ વાળદ, રાકેશ મકવાણા, રિજવાન દરિયાઈ, મોહસીન વહોરા વિગેરે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં લગભગ ૧૫૦-૨૦૦ રોપા રોપવામાં આવ્યા હતા. જેમાં ગુલમહોર, તુલસી, લીમડો, સેતુરી વિગેરે ના રોપા એમ.એસ.અસારી (પી.એસ.આઈ, સેવાલીયા) ના હસ્તે લગાવવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here