ઉમરપાડા તાલુકાના ચિતલદા ગામે આજ રોજ અચાનક વાતાવરણમાં પલટો આવતાં કડાકા ભેર વીજળી પડતા બે બાળકીઓ દાઝીગઈ હતી,

0
356

ઉમરપાડા તાલુકાના ચિતલદા ગામે આજ રોજ અચાનક વાતાવરણમાં પલટો આવતાં કડાકા ભેર વીજળી પડતા બે બાળકીઓ દાઝીગઈ હતી,
ઉમરપાડા તાલુકામાં કડાકા-ભડાકા સાથે વીજળી નુ તોફાન ચાલુ રહ્યું હતું ત્યારે ચિતલદા ગામે બે બાળકીઓ પોતાના ખેતરે ગઈ હતી, તેમના પર વીજળી પડતા તેઓ દાઝી ગયા હતા ,હેમાબેન સંજયભાઈ વસાવા ઉંમર વર્ષ 19 તેઓ પણ તેના ખેતરે ખેતીકામ માટે ગયા હતા ,તેમજ મેરીના જમુસિગ વસાવા ઉંમર વર્ષ 16 તેઓ પણ ખેતી કામ અર્થે ખેતરે ગયા હતા ત્યારે તેમના પર વીજળી પડતાં તેઓ દાઝી ગયા હતા અને તેમને તાત્કાલિક ૧૦૮ બોલાવી ને ઝંખવાવ સી.એસ.સી કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અને તેમની પ્રાથમિક સારવાર કરી તબિયત માં સુધારો જણાતાં તેમને ત્યાંથી રજા આપવામાં આવી હતી,આ બાબતે ગામના આગેવાન શ્રી અજીત વસાવા તલાટી ને આ બાબતે જાણકારી આપી હતી.

બ્યુરો રિપોર્ટ : જેસીંગ વસાવા નર્મદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here