અરવલ્લી જીલ્લાના બાયડ પો.સ્ટે દ્વારા વિદેશી દારૂ તથા બિયર ટીનની પેટીઓ -૧૨ તથા છુટી બોટલો તથા છુટા બિયર ટીન મળી કુલ બોટલો તથા બિયર ટીન નંગ -૪૩૦ કિ.રૂ .૬૧૬૮૦ / – નો પ્રોહી મુદ્દામાલ તથા ગાડીની કિ.રૂ .૪,૦૦,૦૦૦ / – મળી કુલ કિ.રૂ .૪,૬૧,૬૮૦ – ના મુદ્દામાલ સાથે પ્રોહીનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી બાયડ પોલીસ..

0
210

અરવલ્લી જીલ્લાના બાયડ પો.સ્ટે દ્વારા વિદેશી દારૂ તથા બિયર ટીનની પેટીઓ -૧૨ તથા છુટી બોટલો તથા છુટા બિયર ટીન મળી કુલ બોટલો તથા બિયર ટીન નંગ -૪૩૦ કિ.રૂ .૬૧૬૮૦ / – નો પ્રોહી મુદ્દામાલ તથા ગાડીની કિ.રૂ .૪,૦૦,૦૦૦ / – મળી કુલ કિ.રૂ .૪,૬૧,૬૮૦ – ના મુદ્દામાલ સાથે પ્રોહીનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી બાયડ પોલીસ


પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી અરવલ્લી – મોડાસા તથા નાયબ પોલીસ અધિક્ષક મોડાસા વિભાગ મોડાસા નાઓએ પ્રોહીબિશનની અસરકારક કામગીરી કરવા તેમજ પ્રોહીબિશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા માર્ગદર્શન અને સુચનાઓ આપેલ , જે અન્વયે , આજરોજ તા .૧૪ / ૦૯ / ૨૦૨૦ ના રોજ બાયડ પોલીસ સ્ટેશનના / C પોલીસ ઇન્સ્પેકટર શ્રી એમ.જી.વસાવા સા.નાઓને બાતમી હકીકત મળેલ કે , એક સફેદ કલરની Hyundai વન ગાડી નંબર GJ – 01 – KV – 9607 માં વિદેશી દારૂ ભરી બાયડ તરફ આવે છે . તેવી હકીકત મળેલ , જે આધારે એમ.જી.વસાવા I / C પોલીસ ઇન્સ્પેકટર તથા પોલીસ સ્ટાફના માણસો અ.હેડ.કોન્સ . જીતેન્દ્રસિંહ રતનસિંહ બ.નં .૩૯૩ તથા અ.પો.કો.અલ્પેશસિંહ અર્જુનસિંહ બ.નં .૫૦૬ તથા અ.પો.કો.શૈલેશકુમાર કાનજીભાઇ બ.નં .૦૨૧૩ તથા ડ્રા.હે.કો.નવનીતભાઇ હરીલાલ બ.નં .૨૧૨ નાઓ બાયડ સંજીવની હોસ્પિટલ આગળ વૉચમાં ઉભા હતા . દરમ્યાન એક સફેદ કલરની Hyundai વન ગાડી નંબર GJ – 01 – KV – 9607 ગાડી આવતા , તેના ચાલકને ઉભો રહેવા ઇશારો કરતા ઉભો રહેલ નહી અને પોતાના કબજાની ગાડી લઇ ભાગવા લાગેલ , જેથી સરકારી વાહનમાં બેસી પીછો કરતા સદરી ગાડીનો ચાલક તેની ગાડી બાયડ દહેગામ રોડ ઉપર ચલાવી લઇ ગયેલ , અને તેનો પીછો કરતા છાપરીયા ગામના સ્ટેન્ડ રોડ ઉપર ગાડીનો ચાલક ગાડી મુકી નાસી ગયેલ અને સદર Hyundai વન ગાડીમાં જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયર ટીનની પેટીઓ -૧૨ તથા છુટી બોટલો તથા છુટા બિયર ટીન મળી કુલ બોટલો તથા બિયર ટીન નંગ -૪૩૦ કિ.રૂ .૬૧૬૮૦ / – નો પ્રોહીનો મુદામાલ તથા Hyundai વર્ઝા ગાડી નંબર GJ – 01 – KV – 9607 ની કિ.રૂ .૪,૦૦,૦૦૦ / – મળી કુલ રૂ .૪,૬૧,૬૮૦ / – નો મુદામાલ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ , જે અન્વયે ધોરણસરની કાર્યવાહી કરી બાયડ પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં. ૧૧૧૮૮૦૦૨૨૦૦૬૭૭/૨૦૨૦ ગુજરાત પ્રોહી એકટ કલમ- ૬૫ એ.ઇ , ૧૧૬ બી , ૯૮ ( ૨ ) મુજબનો ગુન્હો રજીસ્ટર કરી Hyundai વન ગાડી નંબર GJ – 01 – V – 9607 ના ચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે . આમ બાયડ પોલીસને ભારતીય બનાવટનો વિદેશી દારૂનો પ્રોહીનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે . અને આગળની તપાસ કાર્યવાહી ચાલુ છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here